Friday, March 17, 2023

'જીવ' તો જન્મતાથી જ ચીખે છે.

'જીવ' તો જન્મતાથી જ ચીખે છે.
દર બદર હર કદમ લોકો નાહકના ભીખે છે.

જીવતર છે પડખું બદલ્યાં કરે ભાઇ!
પણ બધાને બીજાનો બદલાવ દુ:ખે છે.

પામી  જવાની લ્હ્યાયમાં ને ખોવાઇ જવાની હાયમાં.
લોકો જીવનભર જાતને પીંખે છે.

બાકી સંવેદના અને સંબધોનું ચક્ર તો ચાલ્યા કરવાનું!
ક્યારેક પોતાના પારકા, ને પારકા પોતાના દીસે છે.

ઘણી વખત લાગે છે એવું  કે,
બીજાને કહેતા કહેતા મારી જાત ઘણુ શીખે છે.

' જીવ' તો જન્મતાથી જ ચીખે છે..
        
,ની'મુરા

No comments:

Post a Comment