Saturday, November 12, 2022

ગઝલ: ઓ દુનિયા! દુખયારો દુખને ભેટે એની ચર્ચા શેની?

ભમરો છે તો એ ફૂલો પર બેસે એની ચર્ચા શેની?
જે બાબતમાં નૈસર્ગિકતા ખેંચે એની ચર્ચા શેની?

હું ને તું દંભી છીએ વત્તા ઓછા અંશે, સ્વીકારો,
ના દેખે એ માણસ દર્પણ વેચે એની ચર્ચા શેની?

ચર્ચા તો એના કારણની કરવાની છે માનવજાતે,
' મા ' ખુદ પોતાના બાળકને ફેંકે એની ચર્ચા શેની?

ના કોઈ આગળ છે ના કોઈ પાછળ સૌ લાઇનમાં છે,
ઈશ્વર વારા ફરતી વારો લેશે એની ચર્ચા શેની?

પીડામાં પણ હસતા રહેવું ભારે પડવાનું નીમૂરા,
ઓ દુનિયા! દુખયારો દુખને ભેટે એની ચર્ચા શેની?

,નીમુ'રા

No comments:

Post a Comment