Friday, March 17, 2023

મુજનું હૃદય કઈ હદે તુજમાં વરેલું છે...


કોઈક નજીકનાએ હલેસું ધરેલું છે.
આથી જ તો અસત્ય ડૂબેલું તરેલું છે.
 
જલસા લખેલું ખાનું તું ના શોધ એ ઘરે,
કેલેન્ડર હિસાબથી આખ્ખુ ભરેલું છે.
 
એકાદ બે અમીરની જડતી લે નહિ મળે,
દુનિયાનું સૌ  રહસ્ય ગરીબી ભરેલું છે.
 
તું એકવાર આવ અસરમાં ખબર પડે,
મુજનું હૃદય કઈ હદે તુજમાં વરેલું છે.
 
,નીમુ'રા

No comments:

Post a Comment