Thursday, October 13, 2022

એકદિ મને મળવા હું જરૂર આવશે........

એ સમય સંજોગ ને સ્થળ જરૂરથી આવશે.
તમારામાં વળી જજો તો ઉકેલ બધો આવશે.

ફકત એક ઉમ્મીદ લઈને ચાલતો થયો.
ક્યા ખબર? અપેક્ષાઓના ઝૂંડ પાછળ આવશે.

બસ! એક બે પગલા આગળ ગયો,
ક્યા ખબર? મારા જ મને બેડીઓ પગે બાંધશે.

અથાક પ્રયત્નો છતાં ન ખસ્યો,
કયા ખબર?મુજ પર રહેલી આશનો ભાર વર્તાશે.

પરાણે કમને જરીક પાછળ ફર્યો,
કયા ખબર? પેલી અપેક્ષિત નજરો મને લાગશે.

છેવટે હારી થાકી હેઠો બેસી ગયો,
હતી ખબર, એકદિ મને મળવા હું જરૂર આવશે.

લેખન: નીતિન રાવલ (નીમુ'રા)

1 comment: