અલખધણીના ધામમાં
હું તો નીકળી રે જવાનો.
અંતરની ધૂણી ધખાવી
હું તો રાખ થઈ જવાનો.
આ જંતર ને મંતર
ન આવડે સભ્યતાના,
લાખોના લાખો ગણ્યા
છેવટે એકડો થઈ જવાનો.
કાયાના ખોખામાં રહેલને
બહાર ફંફોસી રહ્યો,
જગતમાં ભમતો ભોમિયો
ભગત થઈ જવાનો.
ગત ને અવગત બંને છેડા
હયાતી ને હસ્તીના,
ક્ષણોની અભિલાષા,
સરવાળે _શૂન્ય_ થઈ જવાનો.
શોધું છુ એવા જ્ઞાન ને,
જે છે જ અંતર્ધ્યાન રે,
હું જ મારો ગુરૂ
ને હું જ ચેલો થઈ જવાનો.
અલખધણીના ધામમાં
હું તો નીકળી....
નીમુ'રા






