Sunday, October 27, 2024

ઉતાવળ ના કરીશ..................


 

ઊંચા સપનામાં આ જીવન ક્યાંક તૂટી જાય નહીં.
ને અપેક્ષા પેશગીમાં રાત લૂંટી જાય નહીં.

ટોચ પર એકલતા પણ મળશે ઉતાવળ ના કરીશ,

દોડા દોડીમાં મજાનો સાથ છૂટી જાય નહીં.
                                                                                                        

એટલે હું સ્પષ્ટતા કરતો નથી ઊંડે સુધી,
જે સબંધો પકડી રાખ્યા છે એ તૂટી જાય નહીં

હાથ છુટ્ટો રાખવો ક્યારેક ભારે ના પડે!

ફૂલ લેતા લેતા કોઈ ડાળ ચૂંટી જાય નહીં.                                                                                                        

 અનુકરણ કર પણ, પછી તારોય ચીલો પાડજે,
એકડા પર એકડાને કોઈ ઘૂંટી જાય નહીં.
                                                                                                 
,નીમુ'રા


No comments:

Post a Comment