દિવાળીના દિવસોમાં
અતીતનાં અંધકારમાં,
પ્રકાશ પાડવાનું મન થાય છે.
જીદ કરીને વાદ પાડીને
કરેલી એ ભોળી ભૂલો,
યાદ કરી લેવાનું મન થાય છે.
પણ આજે................
ઠસ્સો ઠસ્સ ભરેલી થેલી ફટાકડાની,
ભૂલકાંઓને અપાવવાનું મન થાય છે.
ન નાના ન મોટા યુવાનીના આ ઉંબરે,
વ્યવહારોમાં ડોકીયું કરવાનું મન થાય છે.
સંબધો ફરજોનું શૂન્યાવકાશ એ બાળપણ,
યાદ કરીને રડવાનું મન થાય છે.
કરેલા એ આનંદો હાથમાંથી સરકી જતાં,
અફસોસ કરવાનું મન થાય છે.
ન નાના ન મોટા યુવાનીના આ ઉંબરે,
આજ પાછા વળવાનું મન થાય છે.
હાથમાં ફોડતા ફટાકડા ત્યારે, આજે ફુટતા,
કાન બંધ કરવાનું મન થાય છે.
સલાહ ન માનનારા, આજે ખુમારી કંઇક
સલાહ આપવાનું મન થાય છે.
ન નાના ન મોટા યુવાનીના આ ઉંબરે,
જાણતા અજાણ થવાનું મન થાય છે.
દિવસો વીતેલા યાદમાં,આવનારાની સાદમાં,
વિષાદ કરવાનું મન થાય છે.
ન નાના ન મોટા યુવાનીના આ ઉંબરે,
નાછૂટકે ઉભા રહીને ચાલવાનું મન થાય છે.
દિવાળીના દિવસોમાં અતીતના અંધકારમાં....
લેખન: નીતિન રાવલ (નીમુ'રા)
Khub saras...
ReplyDeleteબાળપણ જ જીવન છે
ReplyDelete