Monday, October 17, 2022

માણસ કેવો આઝાદ છે...બોલો.......

માણસ કેવો આઝાદ છે,બોલો.
ગુલામ ખુદનો જ વળી, બોલો.

આખી જિંદગી વેઠ કરીને તૂટ્યો,
પોણા ભાગ અંદર સબડયો,બોલો.

ગમતું કરી ન શક્યો વખતોવખત,
ન ગમતું કરી રહ્યો સખત,બોલો.

એક બે શ્વાસ ઉછીના લીધા,ત્યાં,
એ પણ ઉધારે ચડી ગયા,બોલો.

જમાનત લેવી છે જિંદગીમાંથી,
થોડા આઝાદ થઈ જઈએ,બોલો.

માણસ કેવો આઝાદ છે...બોલો...

લેખન:નીતિન મુકેશ રાવલ (નીમુ'રા)

2 comments: