Tuesday, October 11, 2022

હિંમત તો રાખીએ.........

 

જયાં છું ત્યાંથી તો,

પાછો વળવાનો નથી જ.

ચાલને! થોડું આગળ ચાલીએ.

રસ્તે ભલે ને કંઈ ન મળે,

પગદંડી તો પાડીએ.

સૂરજ આથમે છે જરૂર,

ઓલવાઈ જવાનો નથી જ.

ચાલને! થોડું અજવાળું કરીએ,

અજવાસ ભલેને ન ફેલાય,

આશા તો પ્રગટાવીએ.

હિમાલય અડગ છે એવો,

ડગવાનો તો નથી જ,

ચાલને! થોડો હડસેલીએ,

લેશમાત્ર ભલેને ન ખસે,

હિંમત તો રાખીએ.

લેખન: નીતિન રાવલ (નીમુ'રા)

6 comments: