નીતિન મુકેશ રાવલ, ગુજરાતી કવિઓમાંનો એક અજાણ્યો ચહેરો-- ગીત,ગઝલ, અછાંદસ, કવિતા, હાઈકુ, વિવેચન, નિબંધ, પદ્યાનુવાદ, ગધ્યાનુવાદ, વિચાર વિસ્તાર.. નો સર્જક
Saturday, October 22, 2022
દિવાળીના દિવસોમાં અતીતના અંધકારમાં.......
Monday, October 17, 2022
માણસ કેવો આઝાદ છે...બોલો.......
Friday, October 14, 2022
ધૈર્યાને શ્રદ્ધાંજલી: ભરબજારે માણસની જાત પીસાઈ ગઇ.......
આંખોની કાજલ અંધકારમાં ખોવાઇ ગઇ.
ઘરની રોશન અજવાસમાં બુઝાઈ ગઇ.
હજુ ગઈકાલ સુધી તો ઝળાહળ હતુ બધુ,
પ્રગટ થયેલી જિંદગી રાખમાં સમાઈ ગઇ.
મા-બાપે હોમેલું જીવનભરનું જવતલ,
આહુતિ અગનજ્વાળામા સમેટાઇ ગઇ.
પાપીઓનાં પાપ કેમ પોકારતા નથી?
સભ્યતાની જમાત સ્વાર્થમાં દટાઇ ગઇ.
નારીની ગરિમા ડૂસકા લઇ રહી છે ,
ન્યાયની ચીખ વિખવાદોમાં દબાઇ ગઇ.
આ ઘટના હતી કે ઘાત હે! દુનિયા બોલ,
ભરબજારે માણસની જાત પીસાઈ ગઇ.
લેખન: નીતિન રાવલ (નીમુ'રા)
Thursday, October 13, 2022
એકદિ મને મળવા હું જરૂર આવશે........
Tuesday, October 11, 2022
કહી દીધું........
જીવતો છતાં મડદું થઈ કહી દીધું.
પડઘાએ છેક અંદર જઇ કહી દીધું.
પડ્યું હશે આંસુ તીવ્ર વેગથી કોક'દિ,
હૃદયથી પહેલા આંખે કંઈ કહી દીધું.
અવાક થઈ જોઈ રહ્યો બધું મૂર્ખ,
પોતાનાએ પારકા થઈ કહી દીધું.
છેતરવાની રમતમાં પાસા સંબંધોના,
લાગણીઓ એ લાગ લઈ કહી દીધું.
માયાના મેળામાં મ્હાલી થાક્યા નીમુ'રા,
હચમચ્યા અમે લોકો એ વાઈ કહી દીધું.
જીવતો છતાં મડદું થઈ કહી દીધું.
પડઘાએ છેક અંદર જઇ કહી દીધું.
લેખન: નીતિન રાવલ (નીમુ'રા)
હું કવિતા છું...હું કવિતા છું...હું કવિતા છું.......
પૂછ્યું કવિતાને! તું ક્યા સુધી?
છે સમાયેલ સૌમાં,બોલી ઉઠી,
હું છેક ભીતર લગી,સાંભળ…….
વેદનામાં છુ, વિવાદમાંય છુ.
સંવેદનામાં છુ, સ્પર્શમાંય છુ.
રૂદનમાં છુ , હાસ્યમાંય છુ.
દંભમાં છુ , અભિમાનમાંય છુ.
જડમાં છુ, ચેતનમાંય છુ.
સંઘર્ષમાં છુ, સંતોષમાંય છુ.
પળમાં છુ, યુગોમાંય છુ.
કણમાં છુ, બ્રહ્માંડમાંય છુ.
વિચારમાં છુ,વર્તનમાંય છુ.
હુંકારમાં છુ,મૌનમાંય છુ.
ભણતરમાં છુ, ગણતરમાંય છુ.
ભાષામાં છુ, પરિભાષામાંય છુ.
ડહાપણમાં છુ, ગાંડપણમાંય છુ.
ભક્તિમાં છુ,શક્તિમાંય છુ.
સમજમાં છુ, નાસમજમાંય છુ.
માનવામાં છુ,નમાનવામાંય છુ.
ધ્યાનમાં છુ,ધંધામાંય છુ.
ધોરણમાં છુ, ધારણામાંય છુ.
ક્યાં નથી? સવાલ માત્રથીય પર છુ.
તું રામ તો હું સીતા છું.
તું કૃષ્ણ તો હું રાધા છું.
જન્મતાની ચીખથી મૃત્યુ વેળાની શિખ સુધી,
અનંત છું... બ્રહ્મ છું...રહસ્ય છું...
હું કવિતા છું...હું કવિતા છું...હું કવિતા છું.
લેખન: નીતિન રાવલ (નીમુ'રા)
ન્હોતી ખબર.........
સવા ભાગનું આયખું કાઢવું પડશે
એ મકાનમાં ન્હોતી ખબર.
હાઇવેથી ચાર ઘાઉ ચાલવું પડશે
એ વાટમાં ન્હોતી ખબર.
જન્મભૂમિ પોકારે જાવું પડશે
એ ગામમાં ન્હોતી ખબર.
વનપ્રસ્થાશ્રમે નિવૃત થાવું પડશે
તત્કાલમાં ન્હોતી ખબર.
ભેરૂઓ સંગ ઓટલે બેસવું પડશે
એ માઢમાં ન્હોતી ખબર.
હૈયે ને હોઠેથી ઉમંગવું પડશે
એ વાતમાં ન્હોતી ખબર.
વારે તહેવારે રહેવું પડશે
વ્યવહારમાં ન્હોતી ખબર.
હરખાઈને જીવતર હોમવું પડશે
બાગમાં ન્હોતી ખબર.
એ મકાન નથી રહેવું પડશે
ઘરમાં ન્હોતી ખબર.
કુદરતે કુદરતથી રીઝવું પડશે
મુજમાં ન્હોતી ખબર.
સવા ભાગનું આયખું ગાળવું પડશે
વતનમાં ન્હોતી ખબર.
હાઇવેથી ચાર ઘાઉ ચાલવું પડશે
વાટમાં ન્હોતી ખબર.
લેખન: નીતિન રાવલ (નીમુ'રા)
હિંમત તો રાખીએ.........
જયાં છું ત્યાંથી તો,
પાછો વળવાનો નથી જ.
ચાલને! થોડું આગળ ચાલીએ.
રસ્તે ભલે ને કંઈ ન મળે,
પગદંડી તો પાડીએ.
સૂરજ આથમે છે જરૂર,
ઓલવાઈ જવાનો નથી જ.
ચાલને! થોડું અજવાળું કરીએ,
અજવાસ ભલેને ન ફેલાય,
આશા તો પ્રગટાવીએ.
હિમાલય અડગ છે એવો,
ડગવાનો તો નથી જ,
ચાલને! થોડો હડસેલીએ,
લેશમાત્ર ભલેને ન ખસે,
હિંમત તો રાખીએ.
લેખન: નીતિન રાવલ (નીમુ'રા)




